Mounjaro અને Wegovy જેવી દવાઓ અંગે તમારા પ્રશ્નોના જવાબ

આ હાલમાં પ્રચલિત અને ડોક્ટર દ્વારા આપવા માં આવતી દવા છે:

  • Tirzepatide (Mounjaro, Zepbound) – ટિરઝેપાટાઇડ (માઉન્જારાે, ઝેપબાઉન્ડ)
  • સેમાગ્લુટાઇડ (વેગોવી , ઓઝેમ્પિક, રાયબેલ્સસ) – Semaglutide (Wegovy, Ozempic, Rybelsus)
  • લિરાગ્લુટાઇડ (સેક્સેન્ડા) – Liraglutide (Saxenda)

આ તમામ પ્રિસ્ક્રિપ્શન દવાઓ છે અને ફક્ત ડોક્ટરની સલાહથી જ લેવાં જાેઈએ.

આ દવા ઓ શરીરમાં એવા હોર્મોન્સ પર અસર કરે છે જે ભૂખ, તૃપ્તિ અને બ્લડ શુગર નિયંત્રિત કરે છે.

આ દવાઓ ભૂખ ઘટાડવામાં , પેટ ખાલી થવાની પ્રક્રિયા ધીમી કરવામાં → જેથી ઓછું ખવાય, ઝડપથી તૃપ્તિ
અનુભવવામાં મદદ કરે છે. આ ઉપરાંત:

  • પેટ ખાલી થવાની પ્રક્રિયા ધીમી કરે છે
  • ઓછું ખાવામાં મદદ કરે છે
  • ભોજન પછી ઇન્સ્યુલિનનું સ્રાવ સુધારે છે
  • બ્લડ શુગરના ઉતાર-ચઢાવ ઘટાડે છે
  • ફેટ મેટાબોલિઝમમાં મદદ કરે છે

સરળ ભાષામાં:
તમને ઓછી ભૂખ લાગે છે, તમે ઓછું ખાઓ છો અને શરીર બ્લડ શુગરને વધુ સારી રીતે સંભાળી શકે છે.

આ દવાઓ નીચેની પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકે:

  • BMI 30થી વધુ (મોટાપો)
  • BMI 27થી વધુ અને સાથે અન્ય સમસ્યાઓ (જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર)
  • અનિયંત્રિત ટાઇપ 2 ડાયાબિટીસ
  • કેટલાક કેસમાં સ્લીપ એપ્નિયા

નોંધ:
આ દવાઓ ફક્ત કોસ્મેટિક રીતે વજન ઘટાડવા માટે યોગ્ય નથી.

નીચેની પરિસ્થિતિમાં આ દવાઓ યોગ્ય ન હોઈ શકે:

  • ગોલબ્લેડરની સમસ્યા
  • પેન્ક્રિયાટાઇટિસનો ઇતિહાસ
  • MEN2 (એન્ડોક્રાઇન ટ્યુમર)નો કુટુંબ ઇતિહાસ

દવા શરૂ કરતા પહેલાં સંપૂર્ણ મેડિકલ ઇતિહાસ ડૉક્ટર સાથે ચર્ચવો જરૂરી છે.

મોટાભાગે હળવા હોય છે અને સમય સાથે ઓછા થઈ જાય છે:

  • મન ઊબકવું (Nausea)
  • ઉલ્ટી (Vomiting)
  • કબજિયાત (Constipation)
  • ઝાડા (Diarrhea)

Mounjaro (Tirzepatide)

  • શરૂઆત: 2.5 mg અઠવાડિયામાં એક વખત
  • ધીમે ધીમે વધારીને 15 mg સુધી

Wegovy (Semaglutide)

  • શરૂઆત: 0.25 mg અઠવાડિયામાં એક વખત
  • ધીમે ધીમે વધારીને 2.4 mg સુધી

ડોઝ ધીમે ધીમે વધારવાથી સાઇડ ઇફેક્ટ્સ ઓછા થાય છે.

સામાન્ય રીતે 6–12 મહિના અથવા વધુ.

સારા પરિણામ માટે:

  • યોગ્ય આહાર
  • નિયમિત કસરત
  • જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે.
  • ઓછા પ્રમાણમાં ખાવું
  • તેલિયું, તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળવું
  • ભૂખ ન હોય ત્યારે ન ખાવું
  • પૂરતું પાણી પીવું
  • ફાઇબરવાળો આહાર લેવો

શરીર દવાઓને સ્વીકારી લેતાં સાઇડ ઇફેક્ટ્સ સામાન્ય રીતે ઓછા થઈ જાય છે

  • યાદ આવે ત્યારે તરત લઈ લો.
  • જો 4 દિવસથી વધુ મોડું થાય તો તે ડોઝ છોડો.
  • 3 દિવસની અંદર બે ડોઝ ક્યારેય ન લો.
  • ફરીથી ભૂખ વધી શકે છે.
  • વજન ફરી વધી શકે છે.
  • એક વર્ષમાં ઘટાડેલા વજનનું લગભગ ⅔ વજન પાછું આવી શકે છે.

આ દવાઓ લાંબા ગાળાની જીવનશૈલી આધારિત સારવારનો ભાગ છે, ટૂંકા ગાળાનો ઉપાય નથી.

  • ફ્રિજમાં રાખવું (2–8°C)
  • ફ્રીઝ ન કરવું
  • રૂમ તાપમાને (≤30°C) 21 દિવસ સુધી રાખી શકાય
  • 3–6 મહિનામાં લગભગ 5–10% વજન ઘટાડી શકાય
  • લગભગ 1.5 વર્ષમાં 20–25% સુધી વજન ઘટાડો શક્ય (ક્લિનિકલ અભ્યાસ મુજબ)

પરિણામો આધારિત છે:

  • યોગ્ય આહાર
  • નિયમિત કસરત
  • દવાનું નિયમિત પાલન

મહત્વપૂર્ણ સૂચના

આ દવાઓ અસરકારક છે, પરંતુ કોઈ જાદુઈ ઉપાય નથી.

શ્રેષ્ઠ પરિણામ માટે:

  • યોગ્ય જીવનશૈલી અપનાવો
  • નિયમિત કસરત કરો
  • સંતુલિત આહાર લો
  • ડૉક્ટરની દેખરેખ હેઠળ જ સારવાર લો
Download PDF